CURRENT Affairs - 1 (22/11/17)

રાષ્ટ્રીય

નવનીતા દેવ સેનને બીગ લીટલ બુક એવોર્ડ ૨૦૧૭ થી સન્માનિત કરાયા.

સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા બંગાળી લેખિકા નવનીતા દેવ સેનને વર્ષ ૨૦૧૭ માટે બંગાળી ભાષામાં લેખક શ્રેણીમાં બાળ સાહિત્યમાં યોગદાન માટે બીગ લીટલ બુક એવોર્ડ વિજેતા જાહેર કરાયા છે.

ચેન્નાઈ સ્થિત વ્યાખ્યાતાની શ્રેણીમાં પ્રિતી રોયને પણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે.

બાળ સાહિત્યના લેખકો અને ચિત્રકારોને ઓળખવા અને તેને સન્માન આપવા માટે પરાગ ઈનીશીએટીવ ઓફ તાતા ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવે છે.

આ પુરસ્કારના બીજા સંસ્કરણમાં બંગાળી ભાષાના લેખકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે.

હરિયાણાના ટ્રમ્પ ગ્રામમાં વિશ્વનું સૌથી મોટું શૌચાલય પોર્ટ મોડલનું અનાવરણ કરવામાં આવ્યું.

વિશ્વ ટોઇલેટ ડે ના રોજ હરિયાણાના ટ્રમ્પ ગ્રામમાં વિશ્વનું સૌથી મોટું શૌચાલય પોર્ટ મોડલનું અનાવરણ કરવામાં આવ્યું.

૧૯ નવેમ્બર ૨૦૧૭ ના રોજ સાફ-સફાઈ માટે જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

હરિયાણાના આ ગામને ટ્રમ્પ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વૈશ્વિક સ્વચ્છતા સંકટની સામે લડવા માટે તેના પ્રતિ કાર્યવાહી કરવા માટે ૨૦*૧૦ ફૂટ માપ વાળા મેગા શૌચાલય પોટનું અનાવરણ કરવામાં આવેલ છે.

આંતરરાષ્ટ્રીય

રક્ષા મંત્રાલય દ્વારા ઇઝરાયેલ સાથેના ૫૦૦ મીલીયન ડોલરના મિસાઈલ સમજુતી કરારને રદ્દ કરવામાં આવેલ છે.

ભારતના રક્ષા મંત્રાલય દ્વારા ઇઝરાયેલ સાથેના ૫૦૦ મીલીયન ડોલરના મિસાઈલ સમજુતી કરારને રદ્દ કરવામાં આવેલ છે.

ભારત અને ઇઝરાયેલ વચ્ચે મૈન પોર્ટીબિલ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ માટે કરાર થયા હતા.

ભારતને આ સ્પાઈક એ.ટી.જી.એમ.મિસાઈલ રફેલ એડવાન્સડ ડીફેન્સ સીસ્ટમ બનાવનાર કંપની દ્વારા સપ્લાય કરવાની હતી.

ઇઝરાયેલની રાજધાની જેરુસલેમ છે, અને તેનું ચલણ ઇઝરાઇલી ન્યુ શેકેલ છે.

ઇઝરાયેલના રાષ્ટ્રપતિ તરીકે રેવેન રીવલીન સેવા આપી રહ્યા છે.

ભારતના નામાંકિત દલવીર ભંડારી આઈ.સી.જે. માટે ફરી ચૂંટાયા.

બ્રિટનથી પોતાના ઉમેદવારને પરત લેવા બાદ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ભારતીય ઉમેદવાર દલવીર ભંડારીને પાંચમી અને વિશ્વ ન્યાયાલયની છેલ્લી સીટ માટે ફરી ચૂંટવામાં આવ્યા છે.

સયુંકત રાષ્ટ્ર મહાસભામાં ભંડારીને ૧૯૩ માંથી ૧૮૩ મત મળેલ છે.

આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું મુખ્ય કાર્યાલય ધ હેગ નેધરલેંડમાં આવેલ છે.

સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્ય અમેરિકા, રશિયા, ફ્રાંસ અને ચીન છે.

બ્રિટન દેશ સુરક્ષા પરિષદનું પાંચમું સ્થાયી સદસ્ય રાષ્ટ્ર છે.

અન્ય

અનુભવી પત્રકાર માણિક બેનર્જીને આઈ.એમ.એફ. પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

માણિક બેનર્જી એક પત્રકાર સાથે પર્વતારોહી પણ છે.

આ પર્વતારોહીને ભારતીય પર્વતારોહણ ફાઉન્ડેશન દ્વારા લાઈફ ટાઈમ અચીવમેંટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બેનર્જીને આ પુરસ્કાર ચાર દાયકાની અવધિમાં પર્વતારોહણ તથા તેની ઉપલબ્ધિઓ માટે આપવામાં આવેલ છે.

Comments

Popular posts from this blog

ગુજરાતી સાહિત્યનાં પ્રકારો ( Gujarati Sahity na Prkaro)

Daily Current Affairs - 9 ( 30/11)

Daily News Cuttings 2nd December