ENGLISH Grammer Mcq With Rules.


425. ……….. he like his work? શું તેને તેનું કામ ગમે છે?
A. Done
B. Do
C. Doing
D. Does
Ans: D (સાદો વર્તમાનકાળ છે અને He/She/It/Singular સાથે does જ વપરાય, do નહી)

426. The bad man decided……..the money.
તે ખરાબ/બદમાસ માણસે પૈસા ચોરવાનું નક્કી કરી લીધું.
A. stealing
B. to steal
C. steal
D. steals
Ans: B (‘decide’ પછી to + મૂળ ક્રિયાપદ)

427. Did you…. that man at that time? તમે ત્યારે તે માણસને જોયો તો?
A. have seen
B. saw
C. see
D. sees
Ans: C (સાદા ભૂતકાળનું વાક્ય છે અને did સાથે મૂળ રૂપ જ વપરાય)

428. The children…... when the teacher was not in class.
જયારે ટીચર વર્ગમાં નહોતા ત્યારે બાળકો રમતા’તા
A. were playing
B. played
C. was playing
D. have played
Ans: A (when પછી ભૂતકાળ હોય તો તેની સાથેના અન્ય/બીજા વાક્યમાં પણ ભૂતકાળ જ હોય, જે સાદો/ચાલુ કે પૂર્ણ કોઈ પણ ભૂતકાળ ક્રિયાના અર્થ મુજબ હોઈ શકે છે)

429. It is …… honour to represent the school in this tournament.
આ ટુર્નામેન્ટમાં નિશાળને પ્રતીનીધી કરવી એ એક સન્માનની વાત છે.
A. a
B. the
C. an
D. few
Ans: C (honour ઓનર સ્વર થી ઉચ્ચાર થાય છે-માટે an)

430. Sara learnt to sing all by …….. . Sara ગાતા/ગાવાનું તેની જાતે શીખી
A. herself
B. hers
C. her
D. she
Ans: A (herself એટલે સ્ત્રી માટે પોતાની જાતે)

431. We saw many horses at the…… . અમે તબેલામાં ઘણા ઘોડા જોયા
A. hutch-સસલા ઘર
B. den-ગુફા
C. kennel-કુતરાઓનું ઘર/રહેઠાણ
D. stable-ઘોડાહર
Ans: D (અહી ઘોડાની રહેવાની જગ્યા માટે શબ્દ પસંદ કરવાનો છે જે stable છે.)

432. Everyone……… to remove their shoes outside temple.
દરેકે પોતાના શુજ મંદિરની બહાર રાખવા/કાઢવાના છે
A. have
B. has
C. is
D. are
Ans: B (Everyone એકવચન હોવાથી તેની સાથે has to = કરવું પડે છે)

433. ………. poor our maidservant is, she is honest.
અમારી નોકરાણી ગરીબ છે (તેમ છતાં/હોવા છતાં) પણ પ્રમાણિક છે
A. However-તેમ છતાં પણ
B. But પરંતુ
C. So તેથી
D. Inspite of તેમ છતાં પણ
Ans: A (પરસ્પર વિરોધ દર્શાવવા but/though / although / even though / even if / as / however / despite / inspite of જેવા સંયોજકો વપરાય છે, પરંતુ વિશેષણ આગળ આવી રીતે માત્ર however એક જ વપરાય છે)

434. Poor ………. our maidservant is, she is honest.
અમારી નોકરાણી ગરીબ છે (તેમ છતાં/હોવા છતાં) પણ પ્રમાણિક છે
A. however-તેમ છતાં પણ
B. but પરંતુ
C. so તેથી
D. as તેમ છતાં પણ
Ans: D (પરસ્પર વિરોધ દર્શાવવા but/though/although/even though/even if / as / however / despite/inspite of જેવા સંયોજકો વપરાય છે, પરંતુ વિશેષણ પછી આવી રીતે માત્ર as એક જ વપરાય છે)

435. ………. our maidservant is poor, she is honest.
અમારી નોકરાણી ગરીબ છે (તેમ છતાં/હોવા છતાં) પણ પ્રમાણિક છે
A. However-તેમ છતાં પણ
B. Though
C. So તેથી
D. Inspite of તેમ છતાં પણ
Ans: B (પરસ્પર વિરોધ દર્શાવવા but/though/although/even though/even if / as / however / despite / inspite of જેવા સંયોજકો વપરાય છે, વાક્યની આગળ Though/Although etc વપરાય છે)

Comments

Popular posts from this blog

ગુજરાતી સાહિત્યનાં પ્રકારો ( Gujarati Sahity na Prkaro)

Daily Current Affairs - 9 ( 30/11)

Daily News Cuttings 2nd December